મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat / સરસાણામાં OG નવરાત્રિમાં મોડી રાત્રે ભારે હોબાળો: લઘુમતી સમાજના બાઉન્સરો તહેનાત હોવાના મુદ્દે બજરંગ દળનો ઉગ્ર વિરોધ

સુરતના સરસાણામાં 'OG નવરાત્રિ' ગરબા મહોત્સવમાં મોડી રાત્રે ભારે વિવાદ સર્જાયો હતો. ગરબા મહોત્સવમાં સુરક્ષા વ્યવસ્થા માટે તહેનાત કરાયેલા બાઉન્સરો લઘુમતી સમાજના બાઉન્સરો હોવાની જાણ થતાં જ બજરંગ દળના કાર્યકરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવી હોબાળો મચાવ્યો હતો.

Surat / સરસાણામાં OG નવરાત્રિમાં મોડી રાત્રે ભારે હોબાળો: લઘુમતી સમાજના બાઉન્સરો તહેનાત હોવાના મુદ્દે બજરંગ દળનો ઉગ્ર વિરોધ

સુરતના સરસાણામાં 'OG નવરાત્રિ' ગરબા મહોત્સવમાં મોડી રાત્રે ભારે વિવાદ સર્જાયો હતો. ગરબા મહોત્સવમાં સુરક્ષા વ્યવસ્થા માટે તહેનાત કરાયેલા બાઉન્સરો લઘુમતી સમાજના બાઉન્સરો હોવાની જાણ થતાં જ બજરંગ દળના કાર્યકરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવી હોબાળો મચાવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સ્થાનિક અલથાણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થતાં વિવાદ

મળતી વિગતો અનુસાર, ગરબા પંડાલમાં સુરક્ષાનું કામ સંભાળી રહેલી ખાનગી સિક્યોરિટી એજન્સીના બાઉન્સરોમાંથી પાંચથી છ જેટલા બાઉન્સરો લઘુમતી સમાજના હોવાની માહિતી સોશિયલ મીડિયા મારફતે સામે આવી હતી. આ બાઉન્સરોએ પોતે OG નવરાત્રિમાં સિક્યોરિટી આપી રહ્યા હોવાનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. આ બાબત ધ્યાન પર આવતાં જ બજરંગ દળના જિલ્લા અને સ્થાનિક હોદ્દેદારો તેમજ કાર્યકરો તાત્કાલિક સરસાણા ડોમ ખાતે ધસી ગયા હતા.

પોલીસે બજરંગ દળના આગેવાનો સાથે બેઠક યોજી

ઘટના બાદ અલથાણ પોલીસ દ્વારા સમગ્ર મામલે પરિસ્થિતિ થાળે પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિવાદને ઉકેલવા અને શાંતિ જાળવવા માટે પોલીસે બજરંગ દળના આગેવાનો સાથે બેઠક બોલાવી છે. આ બેઠકમાં આયોજકો દ્વારા રાખવામાં આવેલી વર્તમાન સિક્યોરિટી એજન્સીને તાત્કાલિક દૂર કરી નવી એજન્સી મૂકવા અને બેદરકારી દાખવનાર જવાબદારો સામે કડક પગલાં ભરવા માટે રજૂઆત કરાશે.

આ સમાચાર શેર કરો