મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat / પ્રથમ નોરતે માતાજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર, ર્શન માટે વહેલી સવારથી લાંબી કતારો

નવરાત્રિના પ્રથમ નોરતે જ સુરત શહેર અને જિલ્લાના માતાજીના મ

Surat / પ્રથમ નોરતે માતાજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર, ર્શન માટે વહેલી સવારથી લાંબી કતારો
આ સમાચાર સાંભળો

નવરાત્રિના પ્રથમ નોરતે જ સુરત શહેર અને જિલ્લાના માતાજીના મંદિરોમાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. વહેલી સવારથી જ અંબાજી સહિતના વિવિધ મંદિરોમાં ભક્તોની કતારો જોવા મળી હતી. શહેરના કોટ વિસ્તારમાં અંબાજી રોડ પર આવેલા આશરે 450 વર્ષ જૂના અંબાજી માતાના મંદિરમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચ્યા હતા.

વડીલોની સાથે યુવા પેઢીમાં પણ માતાજીની આરાધના અને ઉપવાસને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. નવરાત્રિના પ્રારંભ સાથે જ શહેર અને જિલ્લામાં ભક્તિમય માહોલ છવાયો છે. પર્વને આવકારવા માટે વિવિધ મંદિરોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યાં છે અને વહેલી સવારથી જ પૂજા-અર્ચના શરૂ થઈ ગઈ છે. પ્રથમ નોરતે ભક્તોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને કેટલાંક મંદિરોમાં દર્શન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.નવ દિવસ સુધી ચાલનારા શક્તિ ઉપાસનાના આ પર્વને આવકારવા માટે શહેરના વિવિધ મંદિરોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યાં છે. નવરાત્રિના પ્રારંભ સાથે જ મંદિરોમાં પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિઓનો દોર શરૂ થયો છે. પ્રથમ નોરતે જ દર્શનાર્થે આવતા ભક્તોની સંખ્યાને ધ્યાનમાં રાખીને કેટલાંક મંદિરોમાં દર્શન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. સુરત ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિવિધ માતાજીના મંદિરમાં પણ શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.નવરાત્રી દરમિયાન માતાજીની આરાધના માટે ભક્તો પોતાની શ્રદ્ધા અને શક્તિ અનુસાર ઉપવાસ, એકટાણાં સહિતના સંકલ્પ લઈ રહ્યા છે. ખાસ કરીને ફાસ્ટ ફૂડ ખાવાની ટેવ ધરાવતા યુવાનોમાં પણ ઉપવાસ રાખીને માતાજીની ભક્તિ કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આધુનિક જીવનશૈલી વચ્ચે યુવા પેઢી ધાર્મિક પરંપરાઓ સાથે જોડાઈ રહી હોવાનો માહોલ મંદિરોમાં જોવા મળ્યો હતો.

આગામી નવ દિવસ દરમિયાન શહેર અને જિલ્લાના વિવિધ મંદિરોમાં વિશેષ પૂજા, યજ્ઞ અને અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજાશે. નવરાત્રિના દિવસો આગળ વધવાની સાથે મંદિરોમાં દર્શનાર્થે આવતા ભક્તોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. આથી ભક્તોને સરળતાથી દર્શન થઈ શકે અને ધાર્મિક કાર્યક્રમોમાં સુવિધા જળવાઈ રહે તે માટે મંદિર સંચાલકો દ્વારા જરૂરી આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો