Video: આણંદના સારસા પાટિયા પાસેથી 29.68 લાખનો ગાંજો ઝડપાયો

સોર્સ: gstv

આણંદ SOGએ નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી કરતા વાસદ નજીક સારસા પાટિયા પાસેથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. વાહનોમાંથી અંદાજે 51 કિલો ગાંજો મળી આવ્યો છે, જેની અંદાજિત કિંમત 29.68 લાખ રૂપિયા થાય છે. પોલીસે ગાંજાના જથ્થા સાથે વાહનો, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે એક મહિલા સહિત બે આરોપીઓની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક વિગતો મુજબ આ ગાંજો સુરતથી રાજકોટ તરફ લઈ જવાતો હતો. વાસદ પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી સપ્લાય નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત