VIDEO: કચ્છના રાપરમાં સગીર વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનાર આચાર્ય વિપુલ ગોહિલ આણંદના સોજીત્રાથી ઝડપાયો
કચ્છના રાપરની શાળામાં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચ

કચ્છના રાપરની શાળામાં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવાના ગંભીર મામલે ફરાર થયેલા આચાર્ય વિપુલ ગોહિલને પોલીસે ઝડપી પાડ્યો છે. આ શરમજનક ઘટના અંગે રાપર પોલીસ સ્ટેશન ખાતે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી મૂળ આણંદના સોજીત્રા તાલુકાના દેવાતલપડ ગામના ૨૭ વર્ષીય આરોપી આચાર્યને સોજીત્રા ખાતેથી દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




