મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કચ્છના ભુજ નજીક કુકમા પાસે ગોડાઉનમાં ફાટી નીકળી ભયંકર આગ

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કુકમા ગામ નજીક આવેલી એક ફેક્ટરીના ગોડાઉનમાં અચાનક ભયંકર આગ ફાટી નીક

તસવીર: gstv

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કુકમા ગામ નજીક આવેલી એક ફેક્ટરીના ગોડાઉનમાં અચાનક ભયંકર આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. રેલવે ફાટક પાસે આવેલા ગોડાઉનમાં આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં આકાશમાં ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને અસુરક્ષાનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટના અંગે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જ્યારે આગ લાગવાનું અસલ કારણ તપાસ બાદ જ સામે આવશે.

આ સમાચાર શેર કરો