મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કચ્છના રાપર, નખત્રાણા અને મુન્દ્રા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક, ખેડૂતોમાં આશા

કચ્છ જિલ્લાના અલગ અલગ ક્ષેત્રોમાં લાંબા સમયના વિરામ બાદ મેઘર

તસવીર: gstv

કચ્છ જિલ્લાના અલગ અલગ ક્ષેત્રોમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાનું પુનરાગમન થયું છે.... રાપરના ગેડી, ખેંગારપર અને સુવઈ તેમજ નખત્રાણા અને મુન્દ્રા તાલુકાના છસરા, ગઢશીશા, ખોંભડી અને મોરાય સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં પડ્યા હતા. વરસાદને કારણે માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા વાગડ વિસ્તાર અને સમગ્ર કચ્છના ખેડૂતોમાં આ અણધાર્યા વરસાદથી પાકને જીવનદાન મળવાની નવી આશા બંધાઈ છે, જેનાથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.....

આ સમાચાર શેર કરો