VIDEO: કચ્છના ભુજ સેશન્સ કોર્ટ પ્રાંગણમાં પોલીસની હાજરી વચ્ચે જૂની અદાવતમાં યુવક પર હુમલો
કચ્છના ભુજ સ્થિત સેશન્સ કોર્ટના પ્રાંગણમાં જૂની અદાવતને લીધે એક

કચ્છના ભુજ સ્થિત સેશન્સ કોર્ટના પ્રાંગણમાં જૂની અદાવતને લીધે એક યુવક પર છરી વડે પ્રાણઘાતક હુમલો થતાં ચકચાર મચી ગઈ છે. DySP અને PI સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પ્રત્યક્ષ હાજરીમાં જ અજાણ્યા શખ્સે યુવકના પેટના ભાગે છરી ઝીંકી દેતાં કોર્ટ પરિસરમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. ઘટના બનતાં જ સ્થળ પર હાજર પોલીસ અધિકારીઓએ ત્વરિત તત્પરતા દાખવીને લોહીલુહાણ થયેલા ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. કોર્ટ જેવા અતિ સુરક્ષિત વિસ્તારમાં અને તે પણ ઉચ્ચ પોલીસ કાફલાની હાજરી વચ્ચે હત્યાના પ્રયાસની ગંભીર ઘટના બનતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે મોટા સવાલો ઊભા થયા છે.




