VIDEO: કચ્છના ગાંધીધામ હાઇવે પર ટ્રેલર અને બોલેરો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૧ શ્રમિકનું મોત
કચ્છના ગાંધીધામ હાઇવે પર આવેલા સમશાન પુલિયા નજીક સવારે ૮ કલાકના અરસામા

કચ્છના ગાંધીધામ હાઇવે પર આવેલા સમશાન પુલિયા નજીક સવારે ૮ કલાકના અરસામાં એક પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેલર અને પિકઅપ બોલેરો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બોલેરોમાં સવાર ૮ શ્રમિકોમાંથી ૧ વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ૭ શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતનો ભયાનક અવાજ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તરત જ સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાઇવે પર બેફામ અને અનિયંત્રિત રીતે દોડતા ભારે વાહનોના કારણે સતત વધતા અકસ્માતોથી સ્થાનિકોમાં ભારે ભય અને તંત્ર સામે રોષ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




