Video: સુરેન્દ્રનગરમાં 'નો ડ્રગ્સ ડ્રાઈવ' હેઠળ પાંચ સ્થળે દરોડા, ગાંજાનું વાવેતર અને વેચાણ ઝડપાયું

સુરેન્દ્રનગર પોલીસે નશીલા પદાર્થો સામે કડક કાર્યવાહી કરતા સાયલા વિસ્તારમાં સુદામાડા નજીક દુદા દુમાળિયાની વાડી, ધમરાળામાં દેવસંગ શેખની વાડી અને ગરાભડીમાં દિપક સરવૈયાની વાડીમાંથી લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. આ ઉપરાંત ધ્રાંગધ્રામાંથી સૂકા ગાંજાનું વેચાણ કરતા એક યુવકને તેમજ વડનગરમાંથી ૭૦૦ ગ્રામ સૂકા ગાંજા સાથે પરમાભાઈ લેઢવાણીયા નામના આધેડને ઝડપી લેવામાં આવ્યા છે. જિલ્લામાં નશાના કારોબારને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસે આ સઘન દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે નાગરિકોને પણ અપીલ કરી છે કે જિલ્લામાં ક્યાંય પણ નશીલા પદાર્થનું વેચાણ કે વાવેતર થતું જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે.
જાહેરાત
















