Video: ગાંધીનગરના અડાલજમાં ગૌ-સન્માન મહાસંમેલન, ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા સંતોની પ્રબળ માગ

સોર્સ: gstv

ગાંધીનગરના અડાલજ ખાતે યોજાયેલા ગૌ-સન્માન આહવાન મહાસંમેલનમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ગૌભક્તોએ ઉપસ્થિત રહી ગૌમાતાના સન્માન, સુરક્ષા અને સંવર્ધનની માગ બુલંદ કરી હતી. આ પ્રસંગે શંકરાચાર્યએ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની પ્રબળ માગ રજૂ કરતા જણાવ્યું હતું કે સરકાર ગૌસેવા માટે કરોડો રૂપિયાની સહાય આપે છે, પરંતુ ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવો પણ એટલો જ જરૂરી છે. સીએમની હાજરીમાં જ એક સંતે કહ્યું કે, ગુજરાત ના બે દિલ ના ટુકડા હાલ દિલ્હીમાં છે એટલે આજે ગુજરાત માં અભિયાન ની શરૂઆત થઈ છે

આ સમાચાર શેર કરો

જાહેરાત