ધોળકાના ભગલપુરમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ, વેપારીને લાખોનું નુકસાન

ધોળકાના ભગલપુરમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ, વેપારીને લાખોનું નુકસાન
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભગલપુર વિસ્તારમાં આવેલા કપડાના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. હસન અલી ગુલામ હુસેન મોમીનના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગોડાઉનમાં સંગ્રહિત કાપડનો મોટો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો.

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન

ઘટનાની જાણ થતાં જ ધોળકા નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

જાહેરાત

50 લાખનું નુકસાન, જાનહાનિ ન થતાં રાહત

ગોડાઉન માલિકના જણાવ્યા મુજબ, આગની આ ઘટનામાં અંદાજે રૂ.40 લાખનો કાપડનો માલ બળીને નાશ પામ્યો છે, જ્યારે બિલ્ડિંગને પણ રૂ.10થી 15 લાખનું નુકસાન થયું છે. આમ, આગને કારણે કુલ રૂ.50થી 55 લાખનું નુકસાન થયાનો અંદાજ છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ગોડાઉન માલિકે ફાયર વિભાગની ટીમ સમયસર ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત