Video: કસ્તુરીના ભાવ આસમાને ત્યારે નેતાજી મલકાય, ખેડૂત રડે ને સરકાર 'વિકાસ'ના ગીત ગાય!

સોર્સ: gstv

ડુંગળી ગરીબોની કસ્તુરી કહેવાય છે, પરંતુ આજકાલ ખેડૂતો માટે આ કસ્તુરી જ આંસુઓનું કારણ બની છે.... ડુંગળી કાપો તો આંખમાં પાણી આવે અને વાવો તો પણ આંખમાં પાણી આવે.... થોડા દિવસ સારા ભાવ મળતાં ખેડૂતોમાં આશા જાગી હતી, પરંતુ હવે બજારના ઘટાડાએ તેમની ખુશી પર પાણી ફેરવી દીધું છે....

છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ડુંગળીના યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતોને વ્યાપક નુકસાન સહન કરવું પડ્યું હતું.. આ વર્ષે શરૂઆતમાં પ્રતિ 20 કિલો ડુંગળીના આશરે 800 રૂપિયા મળતાં ખેડૂતોને આશા બંધાઈ હતી કે અગાઉના ત્રણ વર્ષનું નુકસાન કંઈક અંશે ભરપાઈ થશે.. જોકે, છેલ્લા ત્રણ દિવસથી ભાવ સતત ઘટી રહ્યા છે.. હાલ બજારમાં પ્રતિ 20 કિલો ડુંગળીના 200થી 500 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે.. આ ઘટાડાથી ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા છે..

જાહેરાત

ખેડૂતોની માંગ છે કે સરકાર ડુંગળીના ભાવ જળવાઈ રહે તેવી વ્યવસ્થા ગોઠવે.. ઓછામાં ઓછા પ્રતિ 20 કિલો 500 રૂપિયા મળે અને ભાવ આ સ્તરથી નીચે ન જાય તેની કાળજી લેવી જોઈએ.. ખેડૂતોનું કહેવું છે કે જો યોગ્ય ભાવ નહીં મળે તો જગતનો તાત દેવાના બોજ હેઠળ વધુ પીસાઈ જશે.. ખેડૂત વલ્લભાઈ જેઠવા અને ખેડૂત માનુભાએ પણ પોતાની વ્યથા વ્યક્ત કરી છે..

માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલે પણ આશા વ્યક્ત કરી છે કે સરકાર આ મામલે યોગ્ય પગલાં લેશે, જેથી ખેડૂતોને સારા ભાવ મળી શકે.. ખેડૂતો માટે ડુંગળી માત્ર પાક નથી, પરંતુ તેમની મહેનત, ખર્ચ અને પરિવારની આશાઓનું પરિણામ છે.. હવે પ્રશ્ન એ છે કે બજારના ઘટતા ભાવ વચ્ચે સરકાર ખેડૂતોની આ આશાને કેટલી મજબૂતાઈથી સાચવે છે..

આ સમાચાર શેર કરો

જાહેરાત