બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટ મુદ્દે વિવાદ, ગ્રામજનોએ સુનાવણીમાં ભાગ લેવાનો કર્યો ઇનકાર

બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટ મુદ્દે વિવાદ, ગ્રામજનોએ સુનાવણીમાં ભાગ લેવાનો કર્યો ઇનકાર
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના વાઘણિયા ગામના સર્વે નંબર 104ની જમીન પર મેસર્સ અમરેલી બાયોમેડ સર્વિસીસ દ્વારા 2.5 ટન પ્રતિદિનની ક્ષમતા ધરાવતો બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું ખાનગી કંપની દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને લોક સુનાવણી યોજવામાં આવી હતી. આ સુનાવણીમાં વાઘણિયા, નાના લીલીયા, પીપળવા અને ટીંબડી સહિત આસપાસના ગામોના ગ્રામજનોએ પ્લાન્ટનો લેખિતમાં અને મૌખિકમાં અલગ અલગ પ્રશ્નોને લઈ વિરોધ નોંધાવી લોક સુનાવણીનો બહિષ્કાર કર્યો હતો.

લીલીયાના વાઘણિયામાં બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટ સામે 4 ગામજનોનો ઉગ્ર વિરોધ

જાહેરાત

નોંધનીય છે કે, 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામોના લોકોને આ સુનાવણીમાં ઉપસ્થિત રહેવા આમંત્રિત કરવામાં આવ્યા હતા. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની હાજરીમાં યોજાયેલી આ લોક સુનાવણીમાં ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો હતો.

પ્લાન્ટ આવવાથી બાળકો અને પશુધનને નુકસાન થવાની સંભાવના: ગ્રામજનો

સ્થાનિકોનું કહેવું છે કે, વાઘણીયા અને ટીબડીના રસ્તા ઉપર ખાનગી કંપનીએ બાયો મેડિકલ વેસ્ટ પ્લાન્ટ માટે જગ્યા લીધી છે. નિયમ મુજબ સુનાવણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે ચાર ગામના ગ્રામજનો આ સુનાવણીમાં ઉપસ્થિત થયા હતા. ગ્રામજનોનો અક્ષેપો છે કે, આ પ્લાન્ટ આવવાથી પશુધન ઉપર અસર પડશે. સાથોસાથ બાયો મેડિકલ વેસ્ટ કચરો રસ્તામાં પડ્યો હોય અને એની અસર કોઈ લોકો ઉપર પડે, તેમજ બાળકો અને પશુઓ સહિત વન્ય પ્રાણીઓને નુકસાન થાય તેવી સંભાવના છે. જેના કારણે આ સુનાવણીનો સામૂહિક બહિષ્કાર હાલમાં કર્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત