Video: જરોદથી ઝડપાયેલા જૈશ-એ-મહોમ્મદના આતંકીના 14 દિવસના રિમાન્ડ મંજૂર, AK-47 મળી આવી

સોર્સ: gstv

વડોદરાના વાઘોડિયા તાલુકાના જરોદ ખાતેથી ઝડપાયેલા જૈશ-એ-મહોમ્મદના આતંકવાદી મોહમ્મદ શાહરુલ ઈસ્લામ કબીરૂદ્દીનને વાઘોડિયા જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. વાઘોડિયા પોલીસ અને ATSની ટુકડીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તેને કોર્ટમાં લવાયો હતો, જ્યાં સરકારી વકીલ અને ATS દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરાતા કોર્ટે તે મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે આરોપી પાસેથી AK-47 રાઈફલ અને 23 જીવતી કારતૂસ મળી આવી હોવાની માહિતી સામે આવી છે. તે કયા મકસદથી આ વિસ્તારમાં આવ્યો હતો તે દિશામાં ATSએ વધુ તપાસ તેજ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત