Video: વડોદરા એરફોર્સ સ્ટેશન પર હુમલાના કાવતરા, પાકિસ્તાની હેન્ડલરના કનેક્શન અને હાલોલ પાસેથી ઝડપાયેલા આતંકી અંગે ગુજરાત ATSના મોટા ખુલાસા

સોર્સ: gstv

વડોદરાના એરફોર્સ સ્ટેશન પર હુમલાના કાવતરા સાથે આવેલા જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા આસામના વતની મોહમ્મદ શેહરુલ ઈસ્લામને ગુજરાત ATSએ પંચમહાલના હાલોલ પાસેથી ઝડપી પાડ્યો છે. ATSની તપાસમાં ખુલાસો થયો છે કે છેલ્લા એક વર્ષથી પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં રહેલા આ આતંકીએ એરફોર્સ સ્ટેશનના ગેટ પાસે રેકી કરી હતી અને તેના ફોનમાંથી એરફોર્સ સ્ટેશનના ફોટો-વીડિયો પણ મળી આવ્યા છે. આરોપીએ દાહોદથી AK-47 રાઈફલ મેળવી હતી અને વીડિયો જોઈને રાઈફલ ચલાવવાની તાલીમ લીધી હતી, જ્યારે મોબાઈલ ખરીદવા માટે પાકિસ્તાની હેન્ડલરે તેને ઓનલાઈન 50 હજાર રૂપિયા મોકલ્યા હતા. આસામથી ભોપાલ થઈ બસ મારફતે વડોદરા પહોંચેલા આ શખસે રેલવે સ્ટેશન નજીકની મિલન હોટલમાં આશરો લીધો હતો અને દાહોદથી પરત ફરતી વખતે હાલોલ નજીક દબોચી લેવાયો હતો. હાલ ગુજરાત ATSની એક ટીમ આરોપીના ઘરની તલાશી માટે આસામ પહોંચી છે અને સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત