Video: વડોદરાના ગોત્રી રોડ પર બાઇક-મોપેડ વચ્ચે ગમખ્વાર અકસ્માત

સોર્સ: gstv

વડોદરા શહેરના વ્યસ્ત ગણાતા ગોત્રી રોડ પર બે દ્વિચક્રી વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. પૂરઝડપે આવી રહેલા બુલેટ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા સામેથી આવતા મોપેડને અડફેટે લીધું હતું. ટક્કર એટલી પ્રચંડ હતી કે મોપેડ સવારો હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં કુલ ત્રણ લોકો ઘાયલ થયા છે, જેમાંથી એક વ્યક્તિની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત