Video: વડોદરાના રસુલપુરમાં સિમેન્ટ ભરેલો ટ્રક પલટાયો, ચાલકને ગંભીર ઇજા

સોર્સ: gstv

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રસુલપુર ગામે સિમેન્ટ ભરેલો ટ્રક પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક કેનાલનું બેરીગેટ તોડીને બાજુમાં આવેલા વરસાદી કાંસમાં ખાબક્યો હતો. ટ્રકમાં સિમેન્ટ ભરેલો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં એમ્બ્યુલન્સ મારફતે સાવલી સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં. ટ્રકની ટક્કરથી કેનાલના બેરીગેટને પણ નુકસાન પહોંચ્યું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત