Video: સાયલામાં કોંગ્રેસની સંગઠન બેઠક, ગ્રામ પંચાયત અને વિધાનસભા ચૂંટણી પહેલાં બુથ મજબૂત કરવાની તૈયારી

સોર્સ: gstv

સાયલા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠનને મજબૂત બનાવવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની સૂચના મુજબ સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી પંકજસિંહ વાઘેલા અને જિલ્લા પ્રમુખ નૌશાદભાઈ સોલંકીના નેતૃત્વમાં સાયલા સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી. આગામી ગ્રામ પંચાયત અને વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તાલુકા સ્તરે સંગઠન મજબૂત કરવા ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકરો ગામડાંથી લઈને બુથ સ્તર સુધી પહોંચે અને દરેક બુથ પર બુથ રક્ષકની નિમણૂક થાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો, ફ્રન્ટલ સેલના ચેરમેન અને વિવિધ સમિતિઓના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત