Video: 'કેપ્સ્યુલ સિસ્ટમ' 7થી 10 દિવસ પૂરતી મોકૂફ, 12 કલાકમાં જ તંત્રનો 'યુ-ટર્ન'

સોર્સ: gstv

સિસ્ટમ અને તંત્ર ઘણી વખત ગોળી એટલે કે કારણ આપવામાં એટલા સ્વાભાવિક લાગે કે નવા જોક્સનું સર્જન આપમેળે થઈ જાય. અમદાવાદ શહેરનું તંત્ર યુ ટર્ન લેવામાં એક્સપર્ટ હોય એવું પ્રતિત થઈ રહ્યું છે. અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઇવે  પર ટ્રાફિક જામની સમસ્યાનું સમાધાન લાવવા માટે લગાવવામાં આવેલી કેપ્સ્યુલ સિસ્ટમ હંગામી ધોરણે હટાવી લેવામાં આવી છે.

AMC અને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ માટે આ કેપ્સ્યુલ સિસ્ટમ શરૂ કર્યાને હજુ 24 કલાક પહેલા જ હાલ પૂરતું મોકૂફ રાખવાનો નિર્ણય લેવાઈ ગયો.  આ અંગે ટ્રાફિક DCP નરેશ કંઝારીયાએ જણાવ્યું કે, અમે અત્યારે પકવાન ક્રોસ રોડ ખાતે કેપ્સુલ ખોલી નાખ્યું છે, કારણ કે સાંજે સીએમનો કાર્યક્રમ હોવાથી ટ્રાફિક વધારે થઈ ગયો હતો. શરૂઆતમાં લોકોને આદત ન હોય ત્યાં સુધી 2થી 3 દિવસ થોડું અઘરું પડે છે. એટલે હાલ પૂરતું ખોલીને અમે ફરીથી એનાલિસિસ કરીશું અને પછી ચાલુ કરીશું. ખાસ કરીને ત્યાં ડામર રોડ ન હોવાથી બંને બાજુનું સર્ક્યુલર થોડું ધીમું ચાલે છે, એટલે એ બધું બરાબર થઈ જાય પછી જ અમે આગળ કરીશું. આ બધું વ્યવસ્થિત થવામાં હજુ આશરે 1 અઠવાડિયાથી 10 દિવસ જેટલો સમય લાગશે.

જાહેરાત

આ જ એસજી હાઈવે પર બ્રિજની ભરમાર વચ્ચે પણ ટ્રાફિકની સમસ્યા જો હળવી ન થાય અને ઉપરથી કેપ્સ્યુલ લેવી પડે એટલે કે બીજો જુગાડ કરવો પડે તો સ્વાભિક સવાલ થાય કે કે, નવા બનેલા બ્રિજનું આયોજન ટાઉન પ્લાનિંગની ઓફિસમાં થયું હતુ કે માનિતા બિલ્ડરની ઓફિસમાં. ખેર એ તો બાબુશાહીમાં ડુબેલી સિસ્ટમ જાણે પણ આમ જનતા ફરીથી લાલ લાઈટ લીલી થવાની રાહમાં જ ઉભી રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત