પકવાન ચાર રસ્તા પર શરૂ કરાયેલી કેપ્સ્યુલ સિસ્ટમ 24 કલાકમાં જ હટાવાઈ, જાણો શું છે કારણ?

પકવાન ચાર રસ્તા પર શરૂ કરાયેલી કેપ્સ્યુલ સિસ્ટમ 24 કલાકમાં જ હટાવાઈ, જાણો શું છે કારણ?
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઇવેના પકવાન ચાર રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા હળવી કરવા માટે AMC અને ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરાયેલી કેપ્સ્યુલ સિસ્ટમ હંગામી ધોરણે હટાવી લેવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ સિસ્ટમ શરૂ થયાના હજુ 24 કલાક પણ પૂર્ણ થયા નહોતા ત્યાં જ તેને બંધ કરવાની ફરજ પડી છે.

સમગ્ર વ્યવસ્થાનું ફરીથી વિશ્લેષણ કરાશે

આ અંગે ટ્રાફિક DCP નરેશ કંઝારિયાએ જણાવ્યું હતું કે, પકવાન ક્રોસ રોડ પર હાલ પૂરતી કેપ્સ્યુલ સિસ્ટમ ખોલી નાખવામાં આવી છે. સાંજે મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ વધી ગયું હતું. આ ઉપરાંત, નવી વ્યવસ્થાથી લોકોને ટેવાતાં શરૂઆતના 2થી 3 દિવસ મુશ્કેલી પડી શકે છે.

જાહેરાત

તેમણે વધુમાં જણાવ્યું કે, હાલ સિસ્ટમ હટાવીને સમગ્ર વ્યવસ્થાનું ફરીથી વિશ્લેષણ કરવામાં આવશે. ખાસ કરીને પકવાન ક્રોસ રોડ પર ડામરનો રસ્તો ન હોવાથી બંને બાજુનું ટ્રાફિક સર્ક્યુલેશન ધીમું થઈ રહ્યું છે. આ સમસ્યાનું નિરાકરણ આવ્યા બાદ જ કેપ્સ્યુલ સિસ્ટમ ફરી શરૂ કરવામાં આવશે. ટ્રાફિક વિભાગના જણાવ્યા અનુસાર, સમગ્ર વ્યવસ્થાને યોગ્ય રીતે ગોઠવવામાં હજુ આશરે એક અઠવાડિયાથી 10 દિવસ જેટલો સમય લાગી શકે છે. ત્યારબાદ ફરીથી કેપ્સ્યુલ સિસ્ટમ શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત