Video: અમદાવાદના સરદારનગરની નવી લાયબ્રેરીમાં 214 વિદ્યાર્થીઓ માટે અભ્યાસની સુવિધા, પરંતુ સુરક્ષા માટે CCTV નહીં

સોર્સ: gstv

સંવિધાન દિવસ નિમિત્તે અમદાવાદના સરદારનગર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2 કરોડ 47 લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકર લાયબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. એક માળની આ લાયબ્રેરીમાં બે રીડિંગ રૂમ અને ડિજિટલ રીડિંગ રૂમની સુવિધા ઊભી કરવામાં આવી છે, જેમાં એકસાથે 214 વિદ્યાર્થીઓ બેસીને અભ્યાસ કરી શકશે. નરોડા, સરદારનગર, કુબેરનગર અને કોતરપુર વિસ્તારના વિદ્યાર્થીઓને આ સુવિધાનો લાભ મળશે. જોકે, કરોડોના ખર્ચે બનેલી આ લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓ અને બિલ્ડિંગની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી. આ મામલે તંત્રનું કહેવું છે કે સીસીટીવી લગાવવાનું આયોજન છે અને આગામી દિવસોમાં કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત