Video: સરખેજ-ગાંધીનગર નવા બ્રિજના પિલરો પર તિરાડો,?

સોર્સ: gstv

સરખેજથી ગાંધીનગર જવા માટે લોકોનો સમય બચે અને રસ્તા પર ટ્રાફિક ન નડે તે હેતુથી તાજેતરમાં જ એક લાંબો નવો બ્રિજ તૈયાર કરાયો હતો, જેને નવરાત્રીના આગલા દિવસે જ વાહનચાલકો માટે ખુલ્લો મુકાયો હતો. ખુલ્લો મુકાયા બાદ આ બ્રિજ શરૂઆતથી જ ચર્ચામાં રહ્યો છે, પરંતુ હવે અત્યારથી જ બ્રિજ પર બે-ત્રણ જગ્યાએ પિલરો પર તિરાડો પડતી હોવાના દ્રશ્યો વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આ પૈકી એક તિરાડ સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટીની બરાબર સામે આવેલા પિલર પર જોવા મળી રહી છે, બીજી તિરાડ શપથ ફાઈવ બિલ્ડિંગની સામેના પિલર પર છે અને ત્રીજી તિરાડ શપથ ફાઈવથી થોડા આગળ જઈને બે-ત્રણ પિલર છોડીને આવતા પિલર પર દેખાઈ રહી છે. ટ્રાફિકમાંથી ઝડપી રાહત આપવા માટે બનેલા આ નવા બ્રિજને બન્યાને હજુ તો થોડો જ સમય થયો છે અને તિરાડો પડવા લાગી છે, જે રોજ અવરજવર કરતા લોકો માટે કેટલું મોટું જોખમ છે તેવો સવાલ ઊભો કરે છે. નવીન બનેલા બ્રિજમાં આ રીતે તિરાડો દેખાતા સામાન્ય લોકોમાં એ ચિંતા ફેલાઈ છે કે જીવના જોખમે નીકળવાનું થાય છે અને કામગીરીમાં ક્યાંક ખામી રહી ગઈ છે, જેના કારણે લોકોની સુરક્ષા અને તંત્રની કામગીરી બંને પર મોટા સવાલો ઊભા થયા છે.  

આ સમાચાર શેર કરો

જાહેરાત