Video: લગ્નસરાની સિઝન વચ્ચે અમદાવાદના કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલની સુવિધાઓ સુધારવા તંત્ર એક્શનમાં

અમદાવાદમાં લગ્નસરાની સિઝન વચ્ચે AMC સંચાલિત કોમ્યુનિટી હોલની સુવિધાઓને લઈને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વની ચર્ચા કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલી તપાસમાં શહેરના વિવિધ કોમ્યુનિટી હોલમાં નાની-મોટી ખામીઓ અને સમસ્યાઓ સામે આવી હતી. જેને પગલે તમામ ખામીઓ આગામી સાત દિવસમાં દૂર કરવા અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે. સાત દિવસની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ જે તે વોર્ડના કોર્પોરેટરો જાતે સ્થળ પર જઈ હોલનું નિરીક્ષણ કરશે. નિરીક્ષણ દરમિયાન કોઈ સમસ્યા યથાવત જણાશે તો જવાબદાર અધિકારી અથવા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે.
જાહેરાત











