Video: અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં નાગરિકો માટે ખાસ ટેરેરિયમ કોમ્પિટિશનનું આયોજન

સોર્સ: gstv

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાન્યુઆરી 2027માં યોજાનારા ઇન્ટરનેશનલ ફ્લાવર શો અંતર્ગત નાગરિકો માટે વિશેષ ટેરેરિયમ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રકૃતિપ્રેમ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ વધારવાના હેતુથી આ સ્પર્ધા યોજવામાં આવી રહી છે. ટેરેરિયમ બનાવવાની કળા શીખવવા માટે 30 નવેમ્બર, 2026ના રોજ સવારે 11થી 12 વાગ્યા દરમિયાન લો ગાર્ડન નજીક રસાલા ગાર્ડન ખાતે ખાસ વર્કશોપ યોજાશે. સ્પર્ધકોએ પોતાનાં તૈયાર કરેલાં ટેરેરિયમ 15 ડિસેમ્બર સુધીમાં સવારે 10થી સાંજે 5 વાગ્યા દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ફ્લાવર પાર્કના ગેટ નંબર-2 ખાતે જમા કરાવવાનાં રહેશે. નિષ્ણાત જ્યુરી દ્વારા શ્રેષ્ઠ ટેરેરિયમને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ આપવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત