Video: ઠાસરામાં ખાણ-ખનીજ ટીમની રેકી કરનાર ઝડપાયો, ડાકોરમાં ઓવરલોડેડ ગાડી સીઝ કરાઈ

સોર્સ: gstv

ભૂસ્તરશાસ્ત્રી ચંદ્રેશ પરમારના માર્ગદર્શન હેઠળ અધિકારી મિત પરમાર રાણીયા અને કોતર વિસ્તારમાં તપાસ કરી રહ્યા હતા, ત્યારે રાખોડી રંગની નંબર વગરની સ્વિફ્ટ કાર દ્વારા ટીમનું લોકેશન શેર કરાતું હોવાનું ધ્યાને આવ્યું હતું. શંકા જતાં નેસ ગામ નજીક સરકારી ગાડી આડી કરી સ્વિફ્ટ કાર અટકાવવામાં આવી હતી, જેમાં પૂછપરછ દરમિયાન આ શખ્સ ડમ્પર ધંધાર્થી આશિષ રબારી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ખાનગી વાહનમાં ચેકિંગ કરતા ડાકોર ખાતે આશિષ રબારીની ઓવરલોડેડ ગાડી ઝડપી પાડી ગાયોના વાડે સીઝ કરવામાં આવી છે. ખનીજ ચોરોની જાસૂસીની રણનીતિ નિષ્ફળ જતાં અને કડક કાર્યવાહી થતાં જિલ્લાના ભૂમાફિયાઓમાં હડકંપ મચી ગયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત