મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ખેડાના ઠાસરામાં બે બસ વચ્ચે અકસ્માત, 20 મુસાફરો ઈજાગ્રસ્ત થયા

ખેડાના ઠાસરા તાલુકાના ડાકોર-ઉમરેઠ રોડ પર મીઠી લીમડી પાસે આજે સવારે લક્ઝરી બસ અને એસટી બસ

તસવીર: gstv

ખેડાના ઠાસરા તાલુકાના ડાકોર-ઉમરેઠ રોડ પર મીઠી લીમડી પાસે આજે સવારે લક્ઝરી બસ અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.ઝઘડિયા-અંબાજી તરફ જતી લક્ઝરી બસ સાથે એસટી બસની અથડામણ થતાં બસમાં સવાર લગભગ ૨૦ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત તમામ મુસાફરોને ૧૦૮ સેવા દ્વારા ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જેમાંથી પાંચ મુસાફરોની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એસટી બસના ડ્રાઈવરને પણ ગંભીર ઇજા પહોંચી છે

આ સમાચાર શેર કરો