VIDEO: ખેડાના ઠાસરામાં જાહેરમાં ચપ્પુથી કેક કાપતા અસામાજિક તત્વોનો વીડિયો વાયરલ
સોર્સ : gstv
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના કોટલીંડોરા ગામમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં બર્થ-ડે પાર્ટી દરમિયાન કેટલાક અસામાજિક તત્વો જાહેરમાં ખુલ્લેઆમ ચપ્પુ લહેરાવીને કેક કાપતા અને રોફ જમાવતા નજરે પડે છે. આ ઘટનાએ સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ ફેલાવ્યો છે અને પોલીસની કાર્યક્ષમતા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. જાહેરમાં હથિયારોનું આ પ્રદર્શન સીધેસીધું પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યું છે. શું હવે ગુનેગારોમાં ખાખીનો ડર રહ્યો નથી? વાયરલ વીડિયોના આધારે લોકો હવે સવાલ કરી રહ્યા છે કે પોલીસ આ સ્ટંટબાજો સામે ક્યારે કડક કાર્યવાહી કરશે? સ્થાનિક જનતા આ મામલે ત્વરિત અને કડક એક્શનની માંગ કરી રહી છે. નોંધ: GSTV આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

