ગુજરાત પોલીસમાં 13,152 જગ્યાઓ પર ભરતી શરૂ, 16 ડિસેમ્બર સુધી OJAS પર કરો અરજી

ગુજરાત પોલીસમાં વિવિધ કેડરમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં લોકરક્ષક કેડર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર(PSI) કેડર, ટેક્નિકલ કેડરમાં મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકની પોસ્ટ પર કુલ 13,152 જગ્યાઓ માટે બુધવારે (26 નવેમ્બર) બપોરે 2 વાગ્યાથી ઓનલાઈન ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે. ઉમેદવારો OJASની સત્તાવાર વેબસાઈટ પરથી આગામી 16 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે. જાણો કયા કેટલી જગ્યાઓ અને ફી, લાયકાત સહિતની વિગતે માહિતી.
કુલ 13,152 જગ્યાઓ પર પોલીસમાં ભરતી
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ(GPRB) અનુસાર, રાજ્યમાં પોલીસ બનવા ઈચ્છતા ઉમેદવારો માટે મોટાપાયે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં લોકરક્ષક કેડરમાં કુલ 12,752 જગ્યાઓ, PSI કેડરની 241 જગ્યાઓ મળી બંને કેડર કુલ 12,993 જગ્યાઓ ભરવામાં આવશે.
જ્યારે ટેક્નિકલ કેડરમાં મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝરની 26 જગ્યા અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકની 133 જગ્યાઓ મળી કુલ 159 જગ્યા છે. જેમાં જનરલ કેટેગરીના ઉમેદવારોને 100 રૂપિયા અરજી ફી ચૂકવાની રહેશે. જો કે, અનામત કેટેગરીના ઉમેદવારોને ફી ભરવાની રહેશે નહીં.
16 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે
પોલીસ ભરતીની ચારેય અલગ-અલગ કેડર માટે OJASની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d પર ઓનલાઈન ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે. ઉમેદવારો આગામી 16 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
લોકરક્ષક કેડર(LRD)માં કુલ 12,752 જગ્યાઓ

PSI કેડરમાં 241 જગ્યાઓ પર ભરતી
લોકરક્ષક કેડરની સાથે PSI કેડરમાં પણ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB/202627/4 મુજબ PSI કેડરની કુલ 241 જગ્યાઓ ભરાશે. આ ભરતી માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે.

ટેક્નિકલ કેડરમાં મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર

હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક

શારીરિક કસોટીના માપદંડ


ચારેય કેડરની જાહેરાત ક્રમાંક, પોસ્ટ, કુલ જગ્યા સહિતની માહિતી
| જાહેરાત ક્રમાંક | પોસ્ટ | કુલ જગ્યા | OJAS પરનું સત્તાવાર નોટિફિકેશન |
| GPRB/202627/1 | લોકરક્ષક કેડર | 12,752 | https://ojas.gujarat.gov.in/ojas1/AdvtDetailFiles/GPRB_202627_1.pdf |
| GPRB/202627/2 | હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક | 133 | https://ojas.gujarat.gov.in/ojas1/AdvtDetailFiles/GPRB_202627_2.pdf |
| GPRB/202627/3 | ટેક્નિકલ કેડરમાં મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર | 26 | https://ojas.gujarat.gov.in/ojas1/AdvtDetailFiles/GPRB_202627_3.pdf |
| GPRB/202627/4 | PSI કેડર | 241 | https://ojas.gujarat.gov.in/ojas1/AdvtDetailFiles/GPRB_202627_4.pdf |













