Video: ગોધરામાં વીજચોરોમાં ફફડાટ, MGVCLની મેગા ડ્રાઇવમાં 1.05 કરોડની વીજચોરી ઝડપાઈ

સોર્સ: gstv

ગોધરા શહેરમાં વીજચોરી અટકાવવા એમજીવીસીએલ દ્વારા મેગા ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં વીજ વિભાગની 45 જેટલી ટીમોએ એકસાથે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન અંદાજે 1 હજાર 300 વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યાં હતાં, જેમાં 70 જેટલાં કનેક્શનમાં ગેરરીતિ અને વીજચોરી સામે આવી હતી. તપાસમાં કુલ રૂપિયા એક કરોડ પાંચ લાખની વીજચોરી પકડી પાડવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સોનીવાડ, ખાડી ફળિયા અને શહેરા ભાગોળ સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરી વીજચોરી કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત