Video: રખડતા ઢોર પકડવાની કામગીરી સામે સવાલ, સ્ટેન્ડિંગ ચેરમેને CNCD વિભાગ પાસે માગ્યો 19 ટીમોનો હિસાબ!

સોર્સ: gstv

અમદાવાદ શહેરને રખડતા ઢોર મુક્ત બનાવવાના દાવા વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. વિભાગની 19 ટીમો દ્વારા દરરોજ 200 થી વધુ ગાયો પકડવાના દાવા કરવામાં આવે છે, ત્યારે હવે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આ તમામ ટીમોની કામગીરી અને તેની પાછળ થતા ખર્ચની સંપૂર્ણ વિગતો મંગાવી છે...અમદાવાદના જાહેર માર્ગો પરથી રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા AMC નો CNCD વિભાગ કાર્યરત છે. શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ વિભાગની કુલ 19 ટીમો ઢોર પકડવાની કામગીરી કરી રહી છે. તંત્ર દ્વારા રોજની 200 થી વધુ ગાયો પકડવામાં આવતી હોવાના દાવા કરાય છે, પરંતુ તેમ છતાં રસ્તાઓ પર રખડતા ઢોર જોવા મળતા કામગીરી સામે સવાલો ઊભા થયા છે. જેને પગલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે CNCD વિભાગની 19 ટીમોની કામગીરી અને તેના પાછળ થતા ખર્ચનો હિસાબ મંગાવ્યો છે.. સ્ટેન્ડિંગ કમિટીમાં કેટલાક સભ્યો દ્વારા રખડતા ઢોરને લઈને સવાલ ઊભા કરવામાં આવ્યા હતા જેને લઈને વિગતવાર માહિતી આપવા અધિકારીને સૂચના આપવામાં આવી છે 

આ સમાચાર શેર કરો

જાહેરાત