Video: હુમલા અને લૂંટની ફરિયાદ બાદ ભવનાથ તળેટીમાં આરોપી શિવગિરિના ગેરકાયદે દબાણો પર તંત્રની મોટી કાર્યવાહી

સોર્સ: gstv

જૂનાગઢના ભવનાથ તળેટીમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કુખ્યાત સાધુ શિવગિરિના સુદર્શન તળાવ નજીક અને ભવનાથ ઝોનલ ઓફિસ પાછળના ગેરકાયદેસર બાંધકામ પર પોલીસ અને મહાનગરપાલિકાની સંયુક્ત ટીમે બુલડોઝર ફેરવ્યું હતું. અગાઉ પણ દબાણ હટાવ્યા બાદ ફરીથી બાંધકામ કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, કિન્નર અખાડાનાં સ્વીટુ માસી પર હુમલો અને લૂંટની ફરિયાદમાં શિવગિરિ સામે ભવનાથ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીને ઝડપી પાડવા પોલીસની અલગ-અલગ ટીમો કાર્યરત છે અને વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત સાથે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત