Video: દાહોદના દુધામલીમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, 2.30 કરોડના 378 છોડ સાથે એક આરોપી ઝડપાયો

દાહોદના ધાનપુર તાલુકામાં SOG પોલીસે મેગા ઓપરેશન હાથ ધરી ગાંજાની ખેતી ઝડપી પાડી છે. દુધામલી ગામે બાતમીના આધારે ત્રણ અલગ-અલગ ખેતરોમાં દરોડા પાડતાં ગાંજાના 378 લીલા છોડ મળી આવ્યા હતા. પોલીસે કુલ 461 કિલોગ્રામ વજનનો ગાંજો જપ્ત કર્યો છે, જેની કિંમત 2 કરોડ 30 લાખ 41 હજાર 500 રૂપિયા આંકવામાં આવી છે. આ મામલે કોલાભાઈ વિરાભાઈ બારિયા નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ SOGની આ મોટી કાર્યવાહીને પગલે ગેરકાયદે ગાંજાની ખેતી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
જાહેરાત
















