Video: 'ફરકી'માંથી એક્સપાયરી ડેટવાળી લસ્સી વેચાયાનો આક્ષેપ, પીધા બાદ મહિલાની તબિયત લથડી!

સોર્સ: gstv

અમદાવાદના અંકુર ચાર રસ્તા પાસે આવેલી ફરકીના સ્ટોરમાંથી એક્સપાયરી ડેટવાળી લસ્સી અ આપવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે..આ ઘટનાને પગલે ખાદ્ય સુરક્ષા અને ગ્રાહકોના સ્વાસ્થ્ય અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.. નારણપુરા વિસ્તારમાં રહેતા દિલીપભાઈ મહેતાનાં પત્નીએ બે દિવસ પહેલા ફરકી માંથી લસ્સી ખરીદી હતી. જોકે લસી પીધા બાદ તેઓની તબિયત ખરાબ થઈ હોવાનો આક્ષેપ મહેતા પરિવાર દ્વારા કરાયો છે લસી ની તારીખ જોતા તે એક્સપાયર ડેટ વાળી હોવાનું સામે આવ્યું હતું આમ આ પ્રકારની લસ્સી ફરકી દ્વારા વેચાણ કરાતા આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે અને એએમસી દ્વારા કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. કોર્પોરેશનની આરોગ્યની ટીમ ફરિયાદ મળતા આ બાબતમાં તપાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત