નાસિરનગર ડિમોલિશન કેસમાં SMCના ઉચ્ચ અધિકારીઓને રાહત, હાજરી અને કન્ટેમ્પ્ટ કાર્યવાહી પર હાઈકોર્ટનો સ્ટે

નાસિરનગર ડિમોલિશન કેસમાં SMCના ઉચ્ચ અધિકારીઓને રાહત, હાજરી અને કન્ટેમ્પ્ટ કાર્યવાહી પર હાઈકોર્ટનો સ્ટે
તસવીર: Dhaval barot
આ સમાચાર સાંભળો

સુરતના નાસિરનગર ડિમોલિશન વિવાદમાં ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે SMC કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને રાહત આપી છે. બંને અધિકારીઓને 27 નવેમ્બરે વ્યક્તિગત હાજર રહેવાના સિંગલ જજના હુકમ પર ડિવિઝન બેન્ચે સ્ટે આપ્યો છે. સાથે જ ક્રિમિનલ કન્ટેમ્પ્ટની કાર્યવાહી અંગેના હુકમ પર પણ સ્ટે આપવામાં આવ્યો છે.

આ મામલે બંને પક્ષો વચ્ચે સાડા ત્રણ કલાકથી વધુ સમય સુધી દલીલો ચાલી હતી. પીડિત પક્ષે અધિકારીઓના વારંવાર બદલાતા નિવેદનો અને વૈકલ્પિક આવાસ આપવા અંગે SMCના વલણ પર સવાલો ઉઠાવ્યા હતા.

જાહેરાત

બીજી તરફ, અધિકારીઓના વકીલે આવા કેસમાં અધિકારીઓની વ્યક્તિગત હાજરી જરૂરી ન હોવાનો દાવો કર્યો હતો.હાઈકોર્ટમાં ડિમોલિશનની કાયદેસરતા અને અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસનનો મૂળ વિવાદ હજુ યથાવત છે. હવે આ કેસમાં હાઈકોર્ટની આગામી કાર્યવાહી પર સૌની નજર રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત