VIDEO: નાસિરનગરમાં ડિમોલિશન મ્યુ.કમિશનરના આદેશથી થયું!!
સુરતના નાસિરનગર ડિમોલિશન કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઈ

સુરતના નાસિરનગર ડિમોલિશન કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઈ હતી. સસ્પેન્ડ કરાયેલા સુરત મહાનગરપાલિકાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ પ્રજાપતિએ પોતાના સસ્પેન્શનને પડકારતી અરજીમાં દાવો કર્યો કે નાસિરનગરમાં ડિમોલિશનની કાર્યવાહી તેમણે મ્યુનિસિપલ કમિશનરના આદેશ અને તેમના દ્વારા ફોરવર્ડ કરાયેલા મેસેજના આધારે જ કરી હતી. અરજદારે આ દાવાને સમર્થન આપવા કમિશનર સાથે થયેલી ચેટના સ્ક્રીનશોટ પણ હાઈકોર્ટ સમક્ષ રજૂ કર્યા. સાથે જ તપાસ સમિતિ સમક્ષ પણ આ જ હકીકત રજૂ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નોંધ્યું કે પ્રથમ દ્રષ્ટિએ કમિશનરે સંબંધિત મેસેજ ફોરવર્ડ કર્યો હોવાનું જણાય છે. કોર્ટે સમગ્ર મામલે કમિશનરને એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. અરજદારે પોતાનું સસ્પેન્શન રદ કરવાની માંગ કરી છે. હવે આ સમગ્ર મામલે વધુ સુનાવણી 21 જુલાઈએ હાથ ધરવામાં આવશે.




