Video: પાટણના પદ્મનાભ મેળામાં ફૂડ વિભાગની રાત્રિ તપાસ: ૨૫ એકમોમાં ચેકિંગ, અખાદ્ય તેલ, મંચુરિયન અને એક્સપાયરી બેકરી આઇટમ્સનો નાશ

સોર્સ: gstv

પાટણના પદ્મનાભ ભગવાનના સપ્તરાત્રિ મેળામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાત્રિના સમયે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. મેળામાં ખાદ્યચીજવસ્તુઓનું વેચાણ કરતા આશરે 25 એકમોમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 10 લિટર જેટલું બિનઆરોગ્યપ્રદ તેલ, 5 કિલો મંચુરિયન અને ખીચુનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 10 કિલો રંગયુક્ત સુગર સીરપ તેમજ એક્સપાયરી થયેલી બેકરી આઇટમ્સ અને પિઝા બ્રેડનો પણ નાશ કરાયો હતો. મેળામાં ખાદ્યસામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે મેળામાં ખાદ્યવસ્તુઓના વેચાણ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત