Video: કરજણ સેવાસદનમાં ફાયર સેફ્ટીની પોલ ખૂલી, એક્સપાયરી થયેલા સિલિન્ડરો લટકતા હોવાનો આક્ષેપ

સોર્સ: gstv

કરજણ તાલુકા સેવાસદનમાં ફાયર સેફ્ટીના સાધનોની જાળવણીને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. સેવાસદનની બિલ્ડિંગમાં લગાવવામાં આવેલા ABC અને CO2 સહિતના ફાયર સિલિન્ડરોની એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ગઈ હોવાનો આક્ષેપ છે. કેટલાક સિલિન્ડરો પર વર્ષ 2013 અને 30 મે 2025ની એક્સપાયરી ડેટ જોવા મળી છે, જ્યારે કેટલાક પર એક્સપાયરી ડેટનો ઉલ્લેખ જ નથી. સેવાસદનમાં મામલતદાર, SDM, નાયબ કલેક્ટર, DYSP અને જનસેવા કેન્દ્ર સહિતની કચેરીઓ આવેલી છે, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં અરજદારોની અવરજવર રહે છે. આવી સ્થિતિમાં આગ જેવી દુર્ઘટના સર્જાય તો સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થઈ શકે છે. ત્યારે એક્સપાયરી થયેલા ફાયર સિલિન્ડરો તાત્કાલિક બદલવામાં આવે અને યોગ્ય મેન્ટેનન્સ કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત