VIDEO:સુરેન્દ્રનગર જિલ્લાના ૧૨ ગામોમાં પીજીવીસીએલ દ્વારા વીજચોરી ડામવા મોટા પાયે દરોડા
સોર્સ : GSTV
સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા વીજલોસને કારણે ૪૯ ટીમોએ એકસાથે લીંબડી તાલુકાના ચાંચકા, ઢલવાણા, જાંબુ, જૂના જસાપર, મોટા ટીબ્લા, નાગડકા, નિનામાં અને વસ્તડી સહિતના ગામોમાં અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું.આ વ્યાપક કાર્યવાહી દરમિયાન કુલ ૧૧૦ જેટલા વીજ જોડાણોમાં વીજચોરી ઝડપાઈ હતી. તંત્ર દ્વારા વીજચોરી કરનારાઓને કુલ ૫૪.૪૫ લાખ રૂપિયાનો મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. લીંબડી તાલુકામાં ચેકિંગ દરમિયાન વીજધારકો અને પીજીવીસીએલની ટીમ વચ્ચે તીવ્ર ઘર્ષણની ઘટના પણ સામે આવી હતી. આ આકસ્મિક દરોડાથી સ્થાનિક વીજચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને તંત્ર એ કડક કાર્યવાહી કરી છે.

