Video: લગ્નગાળાની સિઝન વચ્ચે AMC સંચાલિત કોમ્યુનિટી હોલની ખામીઓ 7 દિવસમાં દૂર કરવા સ્ટેન્ડિંગ કમિટીનું અલ્ટીમેટમ!

સોર્સ: gstv

લગ્નગાળાની સિઝન વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલની વ્યવસ્થાને લઈને સ્ટેન્ડિંગ કમિટીમાં ગંભીર ચર્ચા થઈ છે. તપાસમાં વિવિધ હોલમાં નાની-મોટી ખામીઓ સામે આવતા આગામી સાત દિવસમાં તમામ સમસ્યાઓ દૂર કરવા અધિકારીઓને કડક તાકીદ કરવામાં આવી છે.. હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે, ત્યારે શહેરીજનોને કોઈ અગવડ ન પડે તે માટે AMC સંચાલિત હોલની સુવિધાઓ અંગે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. કોર્પોરેશનની તપાસ દરમિયાન શહેરના વિવિધ કોમ્યુનિટી હોલમાં નાની-મોટી સમસ્યાઓ અને ખામીઓ સામે આવી હતી. જેને પગલે તંત્રને આગામી સાત દિવસમાં યુદ્ધના ધોરણે સમારકામ અને સુવિધાઓ પૂર્ણ કરવા આદેશ અપાયો છે..મહત્વનું છે કે સાત દિવસની મુદત પૂર્ણ થયા બાદ જે-તે વોર્ડના કોર્પોરેટરો જાતે સ્થળ પર જઈ હોલનું નિરીક્ષણ કરશે. જો નિરીક્ષણ દરમિયાન કોઈ પણ પ્રકારની સમસ્યા યથાવત જણાશે, તો જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત