Video: પાટણ જિલ્લામાં ચોમાસામાં ૪૦ ટકા ઘટ અને કપાસમાં ૫૦ ટકા નુકસાન બાદ હવે રવિ સિઝનની શરૂઆતમાં નીચા ભાવથી ખેડૂતો ચિંતિત!

રવિ સિઝનની શરૂઆત સાથે જ એપીએમસી માર્કેટ ખુલતા પાટણ, હારીજ, સમી, રાધનપુર અને સિદ્ધપુરના ખેડૂતો પોતાના કપાસ એટલે કે રૂ વેચાણ માટે બજારમાં લઈને પહોંચ્યા છે. જોકે, માર્કેટમાં કપાસના ભાવ મહત્તમ ૧૯૦૦ રૂપિયા સુધી જ મળતા ખેડૂતોમાં સંતોષ જોવા મળ્યો નથી. ખેડૂતોનું કહેવું છે કે જો ઓછામાં ઓછો ૨૨૦૦ થી ૨૫૦૦ રૂપિયાનો ભાવ મળે તો જ થોડી રાહત થઈ શકે. એક બાજુ મોંઘવારી, મજૂરી, ખાતર અને બિયારણના ઊંચા ભાવથી ઉત્પાદન ખર્ચ વધ્યો છે અને બીજી બાજુ પ્રતિકૂળ વાતાવરણ તથા ઓછા ભાવના કારણે ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે.
જાહેરાત















