Video: મહેસાણાની બાવલુ પોલીસે કેબલ ચોર ગેંગ ઝડપી, 14 ચોરીનો ભેદ ઉકેલાયો, 5 આરોપીઓની અટકાયત

સોર્સ: gstv

મહેસાણાની બાવલુ પોલીસે ઘરફોડ અને બોરના કેબલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. કણજરી અને ચંદનપુરા પાટિયા વચ્ચેથી ચોરીના કેબલ સાથે આરોપીઓને ઝડપી લેવાયા હતા, જેનાથી બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારના કેબલ ચોરીના 7 ગુનાઓનો ભેદ ઉકેલાયો છેપોલીસે ચોરીનો માલ ખરીદનાર રાંચરડાની ભંગારની વેપારી મહિલા અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર સહિત કુલ 5 આરોપીઓની અટકાયત કરી છે. પોલીસે તેમની પાસેથી 165 કિલો તાંબાના વાયર, એક બાઈક અને સ્કૂટર સહિત કુલ બે લાખ 62 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત