મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહેસાણાની હબ ટાઉનમાં યુવકે ચોથા માળેથી કૂદવાની ધમકી આપતાં અફરાતફરી સર્જાઈ

મહેસાણાની મોઢેરા ચોકડી નજીક આવેલા હબ ટાઉન સંકુલના ચોથા માળે ચડીને એક યુવકે આ

તસવીર: gstv

મહેસાણાની મોઢેરા ચોકડી નજીક આવેલા હબ ટાઉન સંકુલના ચોથા માળે ચડીને એક યુવકે આત્મહત્યા કરવાની ધમકી આપતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ નાગલપુર પોલીસ ચોકીની ૧૧૨ પીસીઆર વાન અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. માનસિક તણાવમાં રહેલા જીગર ઠાકોર નામના યુવકને પોલીસે સતત એક કલાક સુધી વાતોમાં પરોવી રાખીને ધીરજપૂર્વક સમજાવ્યો હતો. યુવક નીચે કૂદવાની તૈયારીમાં હતો ત્યારે જ પોલીસે તેને પાછળથી પકડીને સલામત રીતે નીચે ઉતારી લીધો હતો. બાદમાં બી-ડિવિઝન પોલીસ સ્ટેશને તેનું કાઉન્સિલિંગ કરી સહીસલામત પરિજનોને સોંપવામાં આવ્યો હતો

આ સમાચાર શેર કરો