Video: અમદાવાદમાં 'અભિવ્યક્તિ' કલા મહોત્સવની આઠમી આવૃત્તિનો ભવ્ય પ્રારંભ, રણજિત બારોટે 'ચિંગારી' નામની વર્લ્ડ-જાઝ ફ્યુઝન સંગીતની આપી પ્રસ્તુતિ

અમદાવાદમાં ટોરેન્ટ ગ્રુપના યુએનએમ ફાઉન્ડેશન દ્વારા આયોજિત 'અભિવ્યક્તિ - ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ'ની આઠમી આવૃત્તિનો ભવ્ય પ્રારંભ થયો છે … આ મહોત્સવના પ્રારંભ પ્રસંગે જાણીતા સંગીતકાર અને પર્કશન કલાકાર રણજિત બારોટે 'ચિંગારી' નામની વર્લ્ડ-જાઝ ફ્યુઝન સંગીત પ્રસ્તુતિ આપી... શ્રેયસ ફાઉન્ડેશનના એમ્ફિથિયેટરમાં યોજાયેલા કાર્યક્રમમાં 3 હજારથી વધુ કલારસિકોએ હાજરી આપી સંગીતની અનોખી અનુભૂતિ માણી...અભિવ્યક્તિમાં આ વર્ષે કુચિપુડી, કુડિયાટ્ટમ, બ્લૂઝ, રોક, પોપ, મેટલ, ક્લાસિકલ બેલે, માઇમ, ઇમ્પ્રોવાઇઝેશન, ડિજિટલ આર્ટ, લોકકલા અને સાહિત્ય સહિત અનેક કલાપ્રકારો રજૂ કરવામાં આવ્યા..અભિવ્યક્તિ માત્ર એક કલામહોત્સવ પૂરતું સીમિત નથી... પરંતુ કલા દરેક વ્યક્તિ સુધી પહોંચે તેવા ઉદ્દેશ સાથે શરૂ થયેલી પહેલ આજે એક વ્યાપક સાંસ્કૃતિક અભિયાન બની છે... એક પખવાડિયા સુધી ચાલનારા આ મહોત્સવમાં દેશના 55 શહેરોના 200થી વધુ કલાકારો, સંગીતકારો, વાર્તાકારો અને સર્જકો 217 નવી કલારચનાઓ તથા ઈન્સ્ટોલેશન્સ રજૂ કરશે. આ વર્ષે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, એટીરા અને શ્રેયસ ફાઉન્ડેશન કેમ્પસ ખાતે નૃત્ય, સંગીત, નાટ્યકલા, સાહિત્ય અને દૃશ્યકલા સહિતના વિવિધ કલાપ્રકારો માણવા મળશે.












