હવે પકવાન ચાર રસ્તા પર નહીં રહેવું પડે સિગ્નલ પર ઊભા! અમદાવાદમાં 31મું કેપ્સ્યુલ સર્કલ શરૂ

અમદાવાદના વાહનચાલકો માટે ટ્રાફિકની સમસ્યામાંથી રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. શહેરના એસજી હાઈવે પર આવેલા પકવાન ચાર રસ્તા પાસે 31મું કેપ્સ્યુલ સર્કલ આજથી શરૂ કરવામાં આવ્યું છે. ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને વાહનચાલકોને સિગ્નલ ફ્રી અવરજવર મળી રહે તે હેતુથી આ નવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.

કેપ્સ્યુલ ડિઝાઇન શરૂ થતાં સિંધુભવનથી માનસી સર્કલ તરફ જતા વાહનચાલકોને હવે સિગ્નલ પર ઊભા રહેવાની જરૂર નહીં પડે. મહત્વનું છે કે પકવાન ચાર રસ્તા પરથી દરરોજ અંદાજે 75 હજારથી એક લાખ વાહનોની અવરજવર થાય છે. જ્યારે અગાઉ વાહનચાલકોને ટ્રાફિક સિગ્નલ પર 153 સેકન્ડ સુધી રાહ જોવી પડતી હતી.

જાહેરાત

શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ પેલેડિયમ મોલ, કારગીલ ચાર રસ્તા અને સોલા સિવિલ હોસ્પિટલ પાસે પણ કેપ્સ્યુલ ડિઝાઇન અમલમાં મૂકવામાં આવી છે. હવે પકવાન ચાર રસ્તા પર પણ આ વ્યવસ્થા શરૂ થતાં એસજી હાઈવે પર ટ્રાફિકની અવરજવર વધુ સરળ બનવાની આશા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત