Video: ધોરાજીના કે. ઓ. શાહ કોલેજ ગ્રાઉન્ડ પર સરકારી ક્વાર્ટર્સ બનાવવાના નિર્ણય સામે શહેરીજનોનું આંદોલન શરૂ

સોર્સ: gstv

રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરની મધ્યમાં આવેલા એકમાત્ર જાહેર મેદાન કે. ઓ. શાહ કોલેજ ગ્રાઉન્ડને બચાવવા સમગ્ર શહેર એકજૂટ બન્યું છે. આ ગ્રાઉન્ડ પર બે જજ, ડેપ્યુટી કલેક્ટર, ચીફ ઓફિસર અને મામલતદાર સહિતના અધિકારીઓના સરકારી બંગલા બનાવવાની હિલચાલ સામે 'કોલેજ ગ્રાઉન્ડ બચાવો આંદોલન સમિતિ'ના નેજા હેઠળ વિશાળ બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સહિત વિવિધ સમાજના પ્રમુખો અને વેપારી મંડળોએ બિનરાજકીય રીતે એકત્ર થઈ સરકારી ક્વાર્ટર્સ ન બનવા દેવાનો નિર્ધાર કર્યો છે. આ ઉપરાંત જન્માષ્ટમી અને ખ્વાજા સાહેબના મેળાના ગ્રાઉન્ડ નગરપાલિકાને પરત સોંપવાની માંગ પણ ઉઠી છે. વર્ષોથી અહીં રામનવમીનો મેળો અને ભાગવત સપ્તાહ જેવા ધાર્મિક-શૈક્ષણિક કાર્યક્રમો યોજાય છે,

આ સમાચાર શેર કરો

જાહેરાત