મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં ધોરાજીના સુપેડી ગામે બે ટ્રેનનું થયું લોકાર્પણ

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામના લોક

તસવીર: gstv

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામના લોકો માટે ખુશખબર સામે આવી છે, જ્યાં લાંબા સમયથી ચાલી રહેલી માગણી આખરે સંતોષાઈ છે. કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની વિશેષ ઉપસ્થિતિમાં પોરબંદરથી રાજકોટ અને ભાવનગર તરફ જતી ટ્રેનોને સુપેડી ગામ ખાતે સત્તાવાર રીતે સ્ટોપ આપવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ સુવિધા શરૂ થવાથી ગ્રામ્ય વિસ્તારના વેપાર-ધંધા અને પ્રવાસન વિકાસને મોટો વેગ મળશે. આ પ્રસંગે મંત્રી માંડવિયાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પોરબંદરથી ધોરાજી થઈને અન્ય લાંબા રૂટની ટ્રેનો પણ દોડાવવામાં આવશે, જેના કારણે આ સમગ્ર પંથકના નાગરિકોની અવરજવર વધુ સરળ અને સુવિધાજનક બનશે.

આ સમાચાર શેર કરો