મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: E20 પેટ્રોલ મુદ્દે પૂનાવાલાનો મોટો દાવો, USની પોલિસીમાંથી નકલનો આરોપ, કેન્દ્રીય મંત્રી ગડકરીનો જૂનો વીડિયો કર્યો શેર

દેશભરમાં 80% પેટ્રોલ અને 20% ઈથેનૉલ ધરાવતા E20 ઈંધણ સામે ચાલી રહેલી ચર્ચા વ

તસવીર: gstv

દેશભરમાં 80% પેટ્રોલ અને 20% ઈથેનૉલ ધરાવતા E20 ઈંધણ સામે ચાલી રહેલી ચર્ચા વચ્ચે નવો વિવાદ (E20 Fuel Controversy) સામે આવ્યો છે. સામાજિક કાર્યકર્તા તહસીન પૂનાવાલાએ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીનો એક જૂનો વીડિયો શેર કરીને સરકાર પર ઈથેનૉલના નીતિ-નિયમો અમેરિકાથી સીધા 'કોપી-પેસ્ટ' કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ તેમણે મંત્રીને તાત્કાલિક પદ પરથી બરતરફ કરવાની માંગ કરી છે.

ગડકરીના વાયરલ વીડિયોનો દાવો

શેર કરવામાં આવેલા વીડિયોમાં મંત્રી ભારતમાં નવા નિયમો અને ધોરણો નક્કી કરવામાં લાગતા લાંબા સમય અંગે વાત કરી રહ્યા છે. તેમણે ઈથેનૉલ નીતિનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, કોઈ પોલિસી બનાવવામાં 3થી 4 વર્ષનો સમય લાગી જતો હતો, જેથી તેમણે અધિકારીઓને અમેરિકી કાયદાને આધાર બનાવીને ભારતીય પરિસ્થિતિઓ મુજબ જરૂરી ફેરફાર કરી પોલિસીને ઝડપથી અમલમાં મૂકવા કહ્યું હતું. જોકે, તેમણે વીડિયોમાં એવું પણ ઉમેર્યું હતું કે, સુરક્ષા સાથે કોઈ સમજૂતી થવી જોઈએ નહીં.

https://twitter.com/tehseenp/status/2087825873567408207

પૂનાવાલાના આકરા પ્રહાર અને માંગણી

પૂનાવાલા લાંબા સમયથી E20 પેટ્રોલ સામે અભિયાન ચલાવી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે આનાથી વાહનોની માઇલેજ અને એન્જિનની ક્ષમતા પર નકારાત્મક અસર પડે છે. તેમણે આક્ષેપ કર્યો કે મંત્રીએ કોર્ટમાં આ પ્રોગ્રામ સાથે કોઈ લેવાદેવા ન હોવાનું કહ્યું હતું, જ્યારે વીડિયોથી વિપરીત વાસ્તવિકતા સામે આવે છે. તેમણે E20 ઈંધણ નીતિ પાછી ખેંચવાની અને કેન્દ્રીય મંત્રીને બરતરફ કરવાની માંગ કરી છે.

સંસદમાં આપેલી સ્પષ્ટતા સામે સવાલો

આ જૂના વીડિયો સામે આવ્યા બાદ મંત્રીના સંસદમાં આપેલા નિવેદન પર સવાલો ઊભા થયા છે. સરકારે સંસદમાં લેખિત જવાબમાં જણાવ્યું હતું કે E20 પ્રોગ્રામ ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ARAI)ના વૈજ્ઞાનિક પરીક્ષણ અને વર્ષોના સંશોધન પછી જ લાગુ કરવામાં આવ્યો છે. જોકે, 2023 પહેલાના વાહન માલિકો સતત માઇલેજ ઘટવાની અને મેન્ટેનન્સ ખર્ચ વધવાની ફરિયાદો કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો