Video: વડોદરાના સમા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી રહીશોમાં રોષ, પૂર્વ સાંસદ અને ચેરમેન સામે નારાજગી

સોર્સ: gstv

વડોદરાના સમા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વર્ષોથી રજૂઆતો કરવા છતાં પૂરતા પ્રેશરથી પાણી ન મળતું હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, જ્યારે શુદ્ધ પાણીની અછત સાથે દૂષિત પાણી મળતું હોવાની ફરિયાદો પણ ઉઠી છે. વર્ષો સુધી સત્તામાં હોવા છતાં કાયમી ઉકેલ ન આવ્યો હોવાના આક્ષેપ સાથે પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ અને મહાનગરપાલિકાના ચેરમેન વર્ષાબેન વ્યાસ સામે સ્થાનિકોમાં રોષ છે. બીજી તરફ વર્ષાબેન વ્યાસે જણાવ્યું હતું કે સોસાયટીઓમાં જૂની લાઈનો અને તેના પર થયેલા દબાણોને કારણે સમસ્યા સર્જાય છે, જેને સ્થાનિકો સાથે મળીને દૂર કરવાના પ્રયાસો હાથ ધરાશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત