Video: મેઘરજમાં પાણી અને પાક નુકસાનીના પ્રશ્ને ખેડૂતોની રેલી, અરવલ્લી જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાની માગ

અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ગુજરાત કિસાન સભાની આગેવાનીમાં વિશાળ રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખેડૂતોએ પીવાના અને સિંચાઈના પાણીની અછતનો મુદ્દો ઉઠાવી નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કર્યા હતા. અરવલ્લી જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાની સાથે ખેડૂતોના દેવા માફ કરવા અને પાક નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી હતી. આ તમામ માંગણીઓને લઈને ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. માંગણીઓનો સ્વીકાર નહીં થાય તો પશુઓ સાથે મામલતદાર કચેરીએ ધરણાં કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
જાહેરાત














