Video: ગોધરામાં ઘોંઘાટ કરતી 16 બુલેટ ડીટેઇન, નિયમવિરુદ્ધ સાઇલેન્સર જપ્ત કરાયા

સોર્સ: gstv

પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષકની આગેવાની હેઠળ ગોધરા સિટી ટ્રાફિક પીઆઈ એમ.પી. ચૌહાણ સહિત પોલીસ સ્ટાફ અને ટીઆરબી જવાનોએ આ ડ્રાઇવ હાથ ધરી હતી. હોસ્પિટલ, શાળા અને જાહેર માર્ગો પર કાન ફાડી નાખે તેવો અવાજ કરતા બુલેટચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. બુલેટોમાં લગાવેલા ગેરકાયદેસર સાઇલેન્સર કાઢી લેવાની સાથે વાહનોના જરૂરી દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી હતી. આ કાર્યવાહીથી નિયમોનો ભંગ કરીને અવાજનું પ્રદૂષણ ફેલાવતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત